Thursday, 28 July 2022

National Conclave on Urban Planning


ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવતા જણાવ્યું કે, શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે.

અમદાવાદ શહેરના રીવરફ્રંટ ખાતે યોજાયેલ આ કોન્કલેવમાં મુખ્યમંત્રીશ્રી એ સાબરમતી રીવરફ્રંટને વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાનું શ્રેષ્ઠ નજરાણું ગણાવીને રીવરફ્રંટના ડેવલપમેન્ટને પોલોટીકલ વીલનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક છે.

ગુજરાતીમાં વધુ વાંચો: શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

Tuesday, 26 July 2022

Gujarat Semiconductor Policy


રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજીકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરાની ઉપસ્થિતિમાં “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭”ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭

Wednesday, 20 July 2022

Sardar Patel Underpass in Mehsana


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીંધેલા જનસેવાના માર્ગ પર ચાલવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું ,તેથી આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ મહેસાણા ખાતે રૂપિયા 147 કરોડના સરદાર પટેલ અન્ડરપાસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,દેશના વડાપ્રધાન બન્યા પછી પણ તેમનું માર્ગદર્શન ગુજરાતને સતત મળતું રહ્યું છે. એટલે જ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની વિકાસ યાત્રા સતત અને અવિરત રહી છે. તેમણે ઉમેર્યું હતું કેગુજરાતના શહેરોને લીવેબલ અને લવેબલ બનાવવાની રાજ્ય સરકારની નેમ છે,આ નેમ પાર પાડવામાં આજે વધુ એક નજરાણું  મહેસાણાના અંડરપાસના નિર્માણથી ઉમેરાયું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મહેસાણા ખાતે નિર્મિતસરદાર પટેલ અન્ડરપાસનું લોકાર્પણ

Tuesday, 19 July 2022

Environmental Conservation in Municipalities


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

Junagadh Lake Development Project


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૪૮.૩ર કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ રૂ. ૧૯.૪૯ કરોડ ઉપરાંત આ ર૮.૮૩ કરોડ રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ

Monday, 18 July 2022

4 Town Planning Approved


Taking a step further towards the growth of Gujarat’s cities, Chief Minister Shri Bhupendra Patel approved four town planning schemes in three cities of the state.

The Chief Minister has approved one preliminary TP scheme and one draft TP scheme of Ahmedabad and one draft TP scheme of Junagadh.

Chief Minister has also approved Surat Municipal Corporation’s initial TP Scheme No-40 Dindoli.

Read More in English: 4 Town Planning Approved

Friday, 15 July 2022

Free Precautionary dose to Citizens


Under ‘Azadi ka Amrit Mahotsav’ Central government has initiated to give free precautionary dose to the citizens of age group of 18 to 59 years from 15th July for 75 days across the nation.

As a part of this campaign Gujarat Chief Minister Shri Bhupendra Patel in the presence of Minister of Health Shri Rushikesh Patel launched state-wide free precautionary dose for the citizens above age of 18 years from Sector-24 Urban Health Centre in Gandhinagar.

Read More in English: Free Precautionary dose for the citizens above age of 18 years

Thursday, 14 July 2022

Financial assistance for Heavy Rainfall

 

Gujarat Chief Minister Shri Bhupendra Patel has taken an important decision to provide financial assistance to 156 municipalities for cleaning works post heavy rainfall and flood situation in the state. For this purpose, he has given in-principle approval to allot Rs. 17.10 crore to 156 municipalities of the state.

The Chief Minister has given clear guidelines to the Urban Development and Urban Housing Department in this regard.

This grant will be used to provide facilities in all 156 municipalities of the state on an immediate basis at the primary stage.

Read More in English: CM announces financial assistance for heavy rainfall and flood situation

Sunday, 10 July 2022

Scientific Expo in Mehsana

 

Gujarat Chief Minister Shri Bhupendra Patel inaugurating Scientific Expo organized from 08th July to 10th July at Mehsana said that for the first time such a scientific expo has been organized in North Gujarat and congratulated the youth-entrepreneurs for organizing such an important expo.

Gujarat is the growth engine of development and that is why it has topped the recently released Ease of Doing Business and topped the state startup rankings for the third time in a row.

Prime Minister Shri Narendra Modi has expressed his determination to take the nation towards a five million dollar economy through Azadi Ka Amrut Mahotsav. For which the special contribution of science, youth and startups is important, which is supported by such exhibitions.

Read the whole latest news: Gujarat CM inaugurates the first ever Scientific Expo in Mehsana

Saturday, 9 July 2022

CM launches GARIMA Cell


Chief Minister Shri Bhupendra Patel said that Garima Cell will play a catalytic role in giving new energy, new direction to the higher education system of the state. We have maintained the policy of Prime Minister Shri Narendra Modi to conduct result oriented programs in the public interest. The ‘Garima Cell’ will further enhance the dignity of the state’s education sector, he added.

Chief Minister Shri Bhupendra Patel virtually launched, To lead  higher education institutions in getting various ratings and rankings, Garima Cell, was virtually launched by Chief Minister Shri Bhupendra Patel  from Science City.

Read the whole latest news: Garima Cell will play a Stimulating Role in Giving New Energy

 

Friday, 8 July 2022

Gujarat Gyan Guru Quiz

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો રાજ્ય વ્યાપી શુભારંભ

 

Thursday, 7 July 2022

Divyang Samipe Scheme Highlights

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, “દિવ્યાંગ સમીપે યોજનાની” પહેલ દિવ્યાંગજનોને લર્નિંગ લોસ માંથી બહાર કાઢવામાં આશીર્વાદરૂપ બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને એક ઝળહળતા અવસરમાં સહભાગી બનવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર ભાઈએ ગુજરાતથી શરૂ કરેલી વિકાસની રાજનીતિ અને કાર્ય સંસ્કૃતિથી ગુજરાત આજે  વિકાસમાં અગ્રેસર બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈએ દિવ્યાંગજનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સન્માનપૂર્ણ જીવનનો સેવા યજ્ઞ શરૂ કરી જે જ્યોત જલાવી તે આજે પણ પ્રજ્વલિત છે અને તેને વધુ ઝળહળતી કરવાનો આ પ્રસંગ છે.

આખા નવીનતમ સમાચાર વાંચો: દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ

 

Monday, 4 July 2022

Vande Gujarat Vikas Yatra

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ આપણામાં મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે આપણે પરત આપ્યો છે એમ મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: વંદે ગુજરાત વિકાસ યાત્રા