Sunday, 26 June 2022

66 KV 4 substations at Daskroi

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં પણ ગુણવત્તાયુક્ત વીજળી આપવાની પ્રતિબદ્ધતા સાથે છેલ્લા ૨૦ દિવસમા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સરકારે કર્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આદિવાસી વિસ્તારોમાં પાછલા બે દસકામાં ૨૭૭ નવા વીજ સબસ્ટેશનો ઊભા કર્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભરૂચના ઝઘડીયા ખાતે આયોજિત સમારોહમા એક જ સ્થળેથી એક સાથે ૪ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ૧ ના ભૂમિપૂજન અવસરે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભરૂચના વાલિયામાં રૂ.૭.૬૨ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ઈ-ભૂમિપૂજન પણ કર્યું હતું.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: નવનિર્મિત ૬૬ કે.વી.ના ૪ સબસ્ટેશનોનું ઈ-લોકાર્પણ અને ૧ સબસ્ટેશનનું ભૂમિપૂજન

 

Saturday, 25 June 2022

Memnagar Smart School in Ahmedabad


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૨-૨૦૦૩માં શરૂ કરાવવામાં આવેલા ‘કન્યા કેળવણી મહોત્સવ’ તેમજ ‘શાળા પ્રવેશોત્સવ’ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. ડ્રોપઆઉટ રેટ ૩ ટકા જેટલો અને શાળામાં બાળકોના દાખલ થવાનો દર ૯૫ ટકાથી પણ વધ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે રાજ્યની સરકારી સ્કૂલમાં અદ્યતન અને ટેકનોલોજી યુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાનગી શાળાઓમાં બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લેતા થયા છે.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨, અમદાવાદમાં મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ

 

Thursday, 23 June 2022

17th Kanya Kelavni Mahotsav

રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી ૧૭ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ- ૧ ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી અને પ્રવેશકીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ શાળાની મુલાકાત દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી  ગામમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી તેને વધુ સારી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: ૧૭મા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ, ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ

 

Monday, 20 June 2022

Irrigation Water Projects Approval


  • Rs 1,566 crore approved for 78 km long pipeline from Kasara to Dantiwada under the Sujalam Sufalam Yojana
  • Lakes to be filled with 300 cusec Narmada waters
  • 5 lakh hectares of land will be irrigated
  • Over 30,000 farmer families will get pure drinking water
  • Rs 192 crore approved for 33 km Dindroli-Muketeshwar pipeline under Sujalam Sufalam Yojana
  • 100 cusec water will flow in Mukteshwar Dam through the lift-irrigation pipeline
  • CM Provides A Major Relief To the People Of Banaskantha, which has the highest livestock, by addressing Issues of Water for drinking and irrigation

Read the whole Information in English: Irrigation water projects approval to 135 villages of Banaskantha and Patan

 

Thursday, 16 June 2022

Developmental works in Patdi, Surendranagar

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી રાજ્યની જનતાને વીજઉર્જાના ૧૫ પ્રકલ્પો સમર્પિત કર્યા હતા, કુલ  રૂ. ૧૩૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ તેમણે કર્યા હતા.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: વીજઉર્જાના ૧૫ પ્રકલ્પો સમર્પિત, વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ સુરેન્દ્રનગર જિલ્લા 

Wednesday, 8 June 2022

AMC’s Urban Development Projects

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ કરવાની દિશા આપી છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૩૯ કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે શહેરીજનોને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિકાસના રાહે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત ઘણા બધા ક્ષેત્રોમાં નંબર વન પર છે. ગુજરાતના નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદ લિવેબલ અને લવેબલ  શહેર બન્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો એકસરખી ગતિથી વિકાસ થઇ રહ્યો છે.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: AMCના રૂ. ૨૩૯ કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત

 

Monday, 6 June 2022

PM Yasasvi Yojna launched

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાસનમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ એ સરકારનો કાર્યમંત્ર બની ગયો છે.

સર્વસમાવેશી-સર્વગ્રાહી અને પારદર્શી સુશાસનનું ઉત્તમ ઉદાહરણ આઠ વર્ષમાં લોકોએ જોયુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે સમાજના વંચિત, પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગ અને ડી-નોટીફાઇડ જનજાતિના બાળકો-વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ સહાય યોજનાનો લાભ અંડર વન અમબ્રેલા આપવાની પહેલ વડાપ્રધાને કરી છે.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: PM યશસ્વી યોજના, યંગ અચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાયબ્રન્ટ ઇન્ડીયા

 

Sunday, 5 June 2022

Khedbrahma-2 Scheme Water Supply


  • Inauguration of Khedbrahma Part-2 scheme water supply works completed at the cost of Rs. 136.43 crore
  • Ground breaking ceremony of various Group Schemes to be renovated at a cost of Rs.400 crore
  • Dedicates a total of 3 works of 1961.89  lakh under Pradhan Mantri Gram Sadak Yojana in Sabarkantha district owned by Roads and Buildings Panchayat Department.
  • The MoU was signed to ensure a smooth market for the farmers adopting natural farming for production

Read the whole Information in English: Inauguration of Khedbrahma Part-2 scheme water supply works

Saturday, 4 June 2022

CM inaugurated the Iconic Bus Port in Palanpur

Gujarat Chief Minister Shri Bhupendra Patel inaugurated the newly constructed Iconic Bus Port in an area of 29700 square meters at a cost of Rs. 37.28 crore in Palanpur as well as virtually laid the foundation stone of 220 kV substation to be constructed at the cost of Rs. 118 crore at Sisrana of Vadgam Taluka.

With the construction of The Sisrana substation is to be constructed at the cost of Rs. 118 crore, it will be beneficial in providing an uninterrupted electricity supply to a total of 1 lakh 20 thousand consumers including 24 thousand farmers of Banaskantha district.

Read More in English: Foundation stone of 220KV Substation, Vadgam taluka

 

Thursday, 2 June 2022

Water Supply Works approval for 3 towns and 1 Municipal Corporation

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિવિધ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજુરીઓ આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભાવનગર મહાનગરપાલિકાની રૂ. ૧૪.પ૧ કરોડની જે દરખાસ્ત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજુ કરી હતી તેને તેમણે અનુમતિ આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: SJMMSVY અન્વયે પાણી પુરવઠાના કામો મંજુર