Monday, 29 March 2021

Gujarat emerges as ‘Best Performer’ in ‘Jal Jeevan Yojna’


મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત હરેક ઘર ને નળ થી જળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના ૭ બેસ્ટ પરફોરમર  રાજ્યોમાં અગ્રીમ રહ્યું છે.

કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના જે ૭ રાજ્યોએ જલ જીવન મિશન માં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેને વિશેષ પ્રોત્સાહન રૂપે ૪૬૫ કરોડ  રૂપિયાનું  વિશેષ અનુદાન આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે નવીદિલ્હીમાં  આ જાહેરાત કરતા ગુજરાતની જલ જીવન મિશનની આ ગૌરવ સિદ્ધિ માટે કુલ ૪૬૫ કરોડ  વિશેષ અનુદાનમાંથી  ૧૦૦ કરોડ રૂપિયા એકલા ગુજરાતને ફાળવ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: નલ સે જલ રાજ્યના દરેક ઘરને નળથી જળ આપવામાં દેશના ટોપ સાત રાજ્યોમાં ગુજરાત અગ્રીમ


Friday, 26 March 2021

Corona with 3 ‘T’ Testing-Tracing-Treatment strategy


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના ટેસ્ટિંગ-ટ્રેસિંગ 

Monday, 22 March 2021

CM handover Homes to 36 Beneficiaries of JITO AWAS YOJANA


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન) ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હોય તે નિર્ધાર કરવામાં આવ્યો છે. જીતો દ્વારા જૈન સમાજના ૩૬ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ સહાય આપીને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં સહભાગી બનવા બદલ ની પહલને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આવકારવામાં આવી હતી.

Friday, 19 March 2021

CM digitally inaugurates Development works in Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડકલાસ વિકાસ સાધે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હવે આપણે 24×7 પાણી, મેટ્રોલ રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર,, ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિઝીટલ સેવાઓથી સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરોના નિર્માણ સાથે આયોજનબદ્ધ વિકાસ અને પ્રગતિની નવી દિશા લીધી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં રૂ. ૩૯પ કરોડના વિવિધ વિકાસ કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. 

ગુજરાતીમાં વધુ વાંચો: ગાંધીનગરમાં વિકાસ કામોની ડિઝીટલી ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી 

Monday, 8 March 2021

CM launches DBT System for paying honorarium to Anganwadi workers


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા નયા ભારતના નિર્માણના સપનાને ભારતને આર્થિક મહાસત્તા-ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરીને પાર પાડવામાં નારી-માતૃશક્તિના હરેક ક્ષેત્રે યોગદાન અને સહભાગીતાથી જ સાકાર કરી શકાશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશની જન સંખ્યાના અડધો અડધ એવી માતા-બહેનોમાં પડેલી આંતરનિહિત શક્તિ, સૂઝ અને સામર્થ્યને બહાર લાવી મહિલાઓને પણ સમાન અવસરથી નયા ભારતના નિર્માણમાં ગુજરાત સક્રિય યોગદાન આપશે.

ગુજરાતીમાં વધુ વાંચો: આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી DBT મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ

 

Sunday, 7 March 2021

CM Inaugurates WeStartMeet, assures state’s Help for Women Startups


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના  પૂર્વ દિને યોજાયેલા કાર્યક્રમમાં નારીશક્તિને અગાઉથી જ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે આજના કાર્યક્રમના મેન્ટર, ઈન્વેસ્ટર, ઈનોવેટર, અને સંચાલક તમામ મહિલાઓ છે તે જાણીને આનંદ થયો છે.

નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ સમિટ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી એ  કહ્યું કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલેકે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન વી સ્ટાર્ટ મીટ નો શુભારંભ 

Thursday, 4 March 2021

Sujalam Sufalam Jal Yojana will be Implemented across Gujarat


Chief Minister Mr. Vijaybhai Rupani today granted permission to the Water Resources Department of the state to undertake the 4th phase of ambitious ‘Sujalam Sufalam Water Yojana’, which is aimed at to make Gujarat a water surplus state, across the state from April 1, 2021 to May 31, 2021.

Under the ‘Sujalam Sufalam Water Yojana’ (SSWY) various works such as deepening of lakes, desilting and repairing of existing water-bodies, cleaning, repairing and maintenance of water canals, cleaning of rivers, ponds and others to revive the rivers would be undertaken.

Read More in English: the 4th phase of ambitious Sujalam Sufalam Jal Yojana

Tuesday, 2 March 2021

CM welcomes budget for Year 2021-22 presented by DCM, Finance Minister


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાણાંમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પ્રસ્તુત કરેલા રૂપિયા 2 લાખ 27 હજાર કરોડના વર્ષ 2021-2022ના બજેટને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી વિકાસનું બજેટ ગણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આ બજેટમાં ગરીબ ખેડૂત, યુવાન, મહિલા, આદિવાસી, પીડિત-શોષિત લોકોના ઉત્થાન, શિક્ષણ આરોગ્ય, કૃષિ, સિંચાઇ તેમજ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગો, ક્લાયમેન્ટ ચેન્જ જેવા તમામ ક્ષેત્રોને આવરી લઇને સર્વાંગી વિકાસ એટલે કે ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જનારું આ બજેટ છે.

મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ કલ્યાણ યોજના અંગે જણાવ્યું કે, આદિવાસીઓને પણ મૂળ ધારામાં વિકાસના ફળનો અનુભવ થાય અને ભવિષ્યના પડકારો પણ ઝિલતા થાય તેનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વિકાસશીલ ગુજરાત બજેટ 2021-22