મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિકારીઓ-કર્મચારીઓની તાલિમ માટે કાર્યરત સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા)ના રૂા. ૧૭ કરોડના ખર્ચે નવસંસ્કરણ પામેલ બિલ્ડિંગ તથા રૂા. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ તાલિમ લેવા આવનાર મહિલાઓ માટેના હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને વિભાગીય તાલીમમાં સ્પીપાની ગુણવત્તાભરી અને પારદર્શક બાબત દેશભરમાં પ્રતિષ્ઠાભરી બની રહી છે. યુ.પી.એસ.સી.માં સ્પીપામાંથી તાલિમ લઇ ૧૯૧ જેટલાં ગુજરાતના વિદ્યાર્થીઓ આઇ.એ.એસ.માં પસંદગી પામ્યા છે.
Source: Information Department, Gujarat
0 comments:
Post a Comment