મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાયબર ક્રાઇમની વૈશ્વિક સમસ્યા સામે સાયબર સિકયુરિટીના સઘન પગલાંઓ અને ન્યુ એપ્રોચીસના સહિયારા પ્રયાસોની હિમાયત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ એ કોઇ એકાદ રાષ્ટ્રની નહિં પરંતુ વિશ્વની પડકારરૂપ સમસ્યા બની છે અને આ સમસ્યાને નિપટવા તથા તેની સામે સજ્જ થવા સૌ સાથે બેસીને વિચાર મંથન કરે તે સમયની માંગ છે.
‘‘ડિઝીટલી કનેકટેડ વિશ્વમાં સાયબર ક્રાઇમ અને સાયબર એટેક સમગ્ર માનવજાત માટે ખતરો છે’’ એમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાઇ રહેલી આઠમી ઇન્ટરપા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
આ કોન્ફરન્સનું આયોજન ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પોલીસ એકેડેમીઝ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ઉપક્રમે ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ગાંધીનગરમાં થયું છે. ૫૬ રાષ્ટ્રોના ૧૦૦ થી વધુ સિનીયર પોલીસ અફસરોએ આ પરિષદ માટે નોમિનેશન કરાવેલું છે.
Source: Information Department, Gujarat
0 comments:
Post a Comment