મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સતત ત્રીજા વર્ષે વડોદરા મેરેથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું.તેમણે જણાવ્યું કે આ દોડના ભાગરૂપે હજારો વડોદરવાસીઓ સેવા,સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે દોડે છે જેનાથી સહુનો સાથ, સહુનો વિકાસનો મંત્ર ચરિતાર્થ થાય છે.આ દોડનું આયોજન મહિલા શક્તિની સક્ષમતાની પ્રતીતિ કરાવે છે. તેમણે સહુ સાથે મળીને ગુજરાતને દેશનું અને વડોદરાને ગુજરાતનું રોલ મોડેલ બનાવીએ એવો અનુરોધ કર્યો હતો અને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ખેલ રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે નવા વર્ષે યોજાતી વડોદરા મેરેથોન નવા ઉત્સાહ અને ઉમંગનું સિંચન કરે છે અને જુસ્સો વધારે છે. તેની સાથે આરોગ્યની જાળવણી માટે દોડ જેવા વ્યાયામો અપનાવવાની પ્રેરણા આપે છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત અને વડોદરા મેરેથોન જેવા આયોજનથી આ વર્ષનો જાન્યુઆરી મહિનો ચેતનવંતો બન્યો છે.
0 comments:
Post a Comment