રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમા મહાત્મા મંદિર ખાતે "ગુણવત્તાયુકત પ્રાથમિક શિક્ષણ-સામૂહિક જવાબદારી" સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતુ. ગુજરાત સરકાર સદંતરપણે માને છે કે શિક્ષણએ એક મજબૂત અને ઉજ્જવળ ભાવિ પેઢીના નિર્માણ માટેનુ મહત્વપૂર્ણ પરિબળ છે. આ માટેજ ગુજરાત સરકાર શિક્ષણને વધુ પ્રાયોરિટી આપે છે અને આ દિશામાં ઘણા મહત્વના અને મદદરૂપ નિર્ણયો લઇ રહી છે. ગત મહિનામાં ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાવાળું અને બાળકો શૈક્ષણિક પ્રવૃત્તિમાં રસ દાખવે આ હેતુસર 'ગુણોત્સવ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યની દરેક શાળાઓનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ ગુણવત્તાયુકત શિક્ષણ માટે રાજ્યના શિક્ષકોની ગાથા પણ કહી હતી જેઓ એ સ્વયં ઇનીશ્યેટીવ્ઝ લઇને શિક્ષણ બાળકો માટે એક રસપ્રદ માધ્યમ વડે આપી તેમના મા શિક્ષણનો સંચાર કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુકે આજે સમાજને, રાજ્યને અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે અને નવા શૈક્ષણિક પ્રયોગો સાથે બાળકોમાં રસ જગાડે એવા શિક્ષકોની જરૂર છે. શિક્ષક સમાજનું આ મહત્વનુ પરિબળ છે જ બાળકોને માત્ર શ્રેષ્ઠ નાગરિક જ નહિ બનાવે પરંતુ એક પ્રગતિશીલ વ્યક્તિ પણ બનાવે છે.
શિક્ષણમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, શિક્ષણ વિભાગના સચિવ શ્રીમતી અંજુ શર્મા, અને સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવે સહીત વિવિધ ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણવિદો, તજજ્ઞો સહીત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહ્યા હતા. વધુ વાંચો...
0 comments:
Post a Comment