ગુજરાત સરકાર સતત કઈક નવુ કાર્ય કરવા કાર્યરત છે. ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમ, બોર્ડર ટુરીઝમ વિકાસના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યઍ બોર્ડર ટુરીઝમનો અલગ દ્રષ્ટિકોણ સમગ્ર દેશને આપ્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ પ્રવાસન વિભાગ અને સરહદ સલામતિ દળના સહયોગથી "સીમા દર્શન" કાર્યક્રમનો શુભારંભ કર્યો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીઍ તેમના પ્રવચન કહ્યુકે આ "સીમા દર્શન" કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને બોર્ડર વિશે જાણવાની અને સરહદને માણવાની તક મળે. વધૂમા મુખ્યમંત્રીશ્રીઍ જણાવ્યુકે સરકારે આ કાર્યક્રમ હાલના વાઘા બોર્ડર પર થઈ રહેલા કાર્યથી પ્રેરાઇને કર્યો છે. શ્રી વિજય રૂપાણીઍ માતૃરક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા વિર શહીદના પરિવારોને સમ્માનિત કર્યા હતા. વધુ વાંચો