ખેલો ઇંડિયાથી પ્રેરાઇને ગુજરાત સરકારે ખેલ મહાકુંભ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ગુજરાતના યુવાઓને રમતો પ્રત્યે આકર્ષવા સરકારે નવી સ્પોર્ટ્સ પોલિસી રજૂ કરી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ વલસાડના પારડીમા ભારત રત્ન મોરારજીભાઈ દેસાઈ ઓડીટોરીયમ અને સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનુ લોકાર્પણ કર્યુ. ઓડીટોરીયમ હોલ કુલ રૂ. ૫૪૮ લાખના ખર્ચે બનાવવામા આવ્યો જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનુ નિર્માણ રૂ. ૧૬૦ લાખમા થયુ.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ આ ઉપરાંત વિવિધ વિકાસલક્ષી કાર્યોનો પાયાનો પથ્થર મૂક્યો. પારડીના લોકોઍ મુખ્યમંત્રીશ્રીનો ઉષ્માપૂર્વક સ્વાગત કર્યુ. કાર્યક્રમમા આ પ્રસંગે વલસાડ પંચાયતના પ્રમુખ જિતેન્દ્ર ટંડેલ, ઍમઍલઍ કનૂભાઇ દેસાઈ, કલેક્ટર તેમજ વિવિધ રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુ વાંચો
0 comments:
Post a Comment