Monday, 25 April 2022

MoU signed between iCreate & CSIR


ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા છે.

દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધન કર્તા-રિસર્ચર્સ માટે આ MoU અંતર્ગત CSIR અને આઇ-ક્રિયેટ સંયુકત સંશાધનો ઉપલબ્ધ કરાવશે. આના પરિણામે દેશ અને રાજ્યમાં ઝડપી આર્થિક વિકાસ સાથે વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં નવું બળ મળશે.

એટલું જ નહિ, કુશળ અને આશાસ્પદ ટેક સ્ટાર્ટઅપ માટે કોલાબરેટિવ સપોર્ટ સિસ્ટમ સ્થાપિત થવાથી સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સની માર્કેટેબિલીટીને પણ પ્રોત્સાહન મળશે.

ગુજરાતીમાં વધુ વાંચો: iCreate અને CSIR વચ્ચે MoU સંપન્ન

 

0 comments:

Post a Comment