Monday, 25 April 2022

MoU signed between iCreate & CSIR


ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા છે.

દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધન કર્તા-રિસર્ચર્સ માટે આ MoU અંતર્ગત CSIR અને આઇ-ક્રિયેટ સંયુકત સંશાધનો ઉપલબ્ધ કરાવશે. આના પરિણામે દેશ અને રાજ્યમાં ઝડપી આર્થિક વિકાસ સાથે વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં નવું બળ મળશે.

એટલું જ નહિ, કુશળ અને આશાસ્પદ ટેક સ્ટાર્ટઅપ માટે કોલાબરેટિવ સપોર્ટ સિસ્ટમ સ્થાપિત થવાથી સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સની માર્કેટેબિલીટીને પણ પ્રોત્સાહન મળશે.

ગુજરાતીમાં વધુ વાંચો: iCreate અને CSIR વચ્ચે MoU સંપન્ન

 

Friday, 22 April 2022

Bagodara and Tarapur six-laned road


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટીવિટી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, એર કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે તેણે રાજ્યના વિકાસને રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ પ૪ કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: બગોદરા-તારાપૂર પ૪ કિલોમીટર માર્ગના ૬ લેનનું લોકાર્પણ 

Saturday, 16 April 2022

Green signal to 36 Health Ambulances


આજરોજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે,  વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી

 

Friday, 15 April 2022

Tidal Regulator Dam Project Navsari

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે,

‘આઝાદીના અમૃત્ત કાળમાં રાજ્ય સરકારે રાજ્યને અમૃત્તમય મીઠું પાણી પૂરૂં પાડવાનું લક્ષ્ય સેવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારોથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યમાં પાણીની મુશ્કેલી ન રહે તે માટે ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદ્રઢ જળવ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા છે’,

ગુજરાતીમાં વધુ વાંચો: ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

 

Wednesday, 6 April 2022

Electric Commercial Vehicle plant at Kutch


રૂ. ૧૦૮૦૦ કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩માં ૧ર૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે

૧૦ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડનારા આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એમ.ઓ.યુ સંપન્ન કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઇ.ઓ. શ્રી હિમાંશુ પટેલે આ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરી એમ.ઓ.યુ પરસ્પર આદાન-પ્રદાન કર્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: કચ્છ-ભૂજ ખાતે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ

Tuesday, 5 April 2022

Water supply-underground Sewerage scheme


Gujarat Chief Minister Shri Bhupendra Patel today gave in-principle approval for works worth Rs. 30.52 crore for water supply schemes under Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana in two municipalities Savarkundla and Upleta municipality of the state.

CM also gave approval to Dholka municipality of Ahmedabad district to undertake works worth Rs. 20.23 crore for underground sewerage project phase-4.1 under Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana.

Read more in English: Underground Sewerage project Phase-4.1 in Dholka town

Monday, 4 April 2022

In-principle approval to the work under SJMSVY

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટ ગ્રોથ વિસ્તારના કામો અંતર્ગત અર્બન મોબિલીટી ઘટકમાં રૂ. ૬૪ કરોડના રેલ્વે ઓવરબ્રિજ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે સુરત ઓલપાડ રોડ પર જૂના સરોલી જકાત નાકા પાસે આવેલા હયાત રેલ્વે ઓવરબ્રિજના સ્થાને નવો ૬ લેન ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

સુરત મહાનગર અને તેના આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને તેના કારણે ટ્રાફિકનો વધારો થતો રહ્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી