Saturday, 26 March 2022

CM inaugurates Heritage Policy Portal 2022


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે

અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણીક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુજરાત ધરાવે છે. આ પ્રાચીન વિરાસતોમાંની રાણકી વાવ અને ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે હેરીટેજ પ્રોપર્ટીના માલીકો અને પ્રવાસન વિભાગ વચ્ચે અંદાજે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીના હસ્તે હેરીટેજ પોલિસી પોર્ટલ અને વિવિધ પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ

Monday, 21 March 2022

CM launches state-wide Namo Vad Van campaign


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણપ્રિય હેતુસર મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી.

“નમો વડ વન’ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.

ગુજરાતીમાં વધુ વાંચો: નમો વડ વન અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડવન સ્થપાશે

 

Saturday, 19 March 2022

The fifth phase of SSJA from Kolavada village


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો.

ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા આ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: SSJAના પાંચમા તબક્કાનો ગાંધીનગરના કોલવડાથી રાજ્યવ્યાપી પ્રારંભ

Wednesday, 16 March 2022

Corbevax vaccine for 12 to 14 years age children


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા.૧૬ માર્ચ બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે.

ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત ૧ર થી ૧૪ વર્ષની વયના ૨૨.૬૩ લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના ર૩.૦પ લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને ર થી ૮ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે

ગુજરાતીમાં વધુ વાંચો: ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના પાત્રતા ધરાવતા બાળકોને કોર્બેવેક્ષ વેક્સિન

 

Saturday, 5 March 2022

Signal School project in Ahmedabad


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં  ગુજરાત હાઇકોર્ટ  ખાતેથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા આગવો લાગણીશીલ અને સમાજ પ્રેરક અભિગમ દર્શાવતા શિક્ષણથી વંચિત એક દરિદ્ર બાળકને દત્તક લઇ તેના શિક્ષણ માટેની જવાબદારી તેઓ સ્વંય ઉપાડશે એવો નિર્ધાર દર્શાવ્યો હતો.

ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત સહયોગથી આ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે વેળાએ સુપ્રીમકોર્ટના જસ્ટિસ સર્વશ્રી એમ.આર.શાહ, સુશ્રી બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમાર, વરિષ્ઠ ન્યાયાધિશશ્રી આર.એન.છાયા, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, સુશ્રી મનિષાબેન તેમજ કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ સહિત પદાધિકારીઓ પણ સહભાગી થયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસનું પ્રસ્થાન

 

Friday, 4 March 2022

Adequate drinking water for the Citizens


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી ભાવ સાથે એક મહાનગર અને પાંચ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. પર.૭પ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ મહાનગરના એક ઝોન તેમજ ખંભાળિયા, ધોરાજી, ઝાલોદ, ચલાલા અને માણસા નગરપાલિકાના વિવિધ પાણી પુરવઠાના કામો મંજૂર કર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોચાડવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

 

Thursday, 3 March 2022

Guj CM approves various works proposals under SJMMSVY

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૬ નગરપાલિકાઓના ૧૭૮૮૩ જેટલા રહેણાંક મકાનોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા કુલ ૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યના નગરોમાં આવા જનસુખાકારી કામો હાથ ધરવામાં આવે છે.

તદ્દઅનુસાર, જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીના ઘરોની ગટર લાઇન સાથે જોડાયેલા ન હોય તેવી સોસાયટીના રહેણાંક મકાન-ઘરને કુટુંબ દિઠ રૂ. ૭ હજારની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિવિધ કામોની દરખાસ્તને મંજૂરી

 

Gujarat CM welcomes Gujarat Budget 2022-23

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ર૦રર-ર૩ માટે રજુ કરેલા બજેટને સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે “બહુજન હિતાય બહુજન સુખાય”, ના કેંદ્રીય વિચાર સાથે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ બજેટ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ 2022-23