Thursday, 9 September 2021

E-inauguration of New plant of Gurit Wind PVT LTD


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લીડ લઇ રહ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેકટરમાં અગ્રેસર રહેવાની નેમ સાથે એફિસીયન્ટ, રિલાયેબલ એન્ડ કલીન એનર્જી ક્ષેત્રમાં પોતાની હિસ્સેદારી વધારવાના અનેક આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીની ૧૪૧૮૪ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં પવન ઊર્જા-વિન્ડ એનર્જી ૮૭૮ર મેગાવોટ સાથે ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના ૬ર ટકા જેટલું પ્રદાન આપે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના રજોડા બાવળા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન

0 comments:

Post a Comment