Saturday, 25 September 2021

Gujarat Travel and Tourism Awards-2021 Ceremony


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ડેઝર્ટ ટુરિઝમ, એન્ડવેન્ચર ટુરિઝમ, સ્પીરીચ્યુઅલ એન્ડ રિલીજીયસ ટુરિઝમ તેમજ એન્સીયન્ટ એન્ડ હિસ્ટોરિક ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પેટ્રીઓટિક ટુરિઝમ , બિચ ટુરીઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસને સાકાર કર્યો છે

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ -2020 નો ભવ્ય સમારોહ

 

Thursday, 23 September 2021

Ministry officials to hear People Issues


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ અને અધિકારીશ્રીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંત્રીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે 

Wednesday, 22 September 2021

Assistance announced for losses due to heavy Rain


The State Cabinet with Chief Minister Bhupendra Patel in the chair here today reiterated the compassionate government’s commitment to stand by the cattle owners due to death of cattle, due to losses suffered in household goods and damage to hutments and houses due to heavy rains in Rajkot, Junagadh and Jamnagar districts. He issued directions to comply with the order.

Read more in English: Revenue Minister & Education Minister announce increase in assistance

Tuesday, 21 September 2021

Gujarat Tops in State food Safety Index 2020-21


ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સમગ્ર દેશમાં સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ ર૦ર૦-ર૧માં ગુજરાતે પ્રથમ ક્રમ

 

Tuesday, 14 September 2021

CM takes review of Rain hit areas of Jamnagar


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ

Thursday, 9 September 2021

E-inauguration of New plant of Gurit Wind PVT LTD


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લીડ લઇ રહ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેકટરમાં અગ્રેસર રહેવાની નેમ સાથે એફિસીયન્ટ, રિલાયેબલ એન્ડ કલીન એનર્જી ક્ષેત્રમાં પોતાની હિસ્સેદારી વધારવાના અનેક આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીની ૧૪૧૮૪ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં પવન ઊર્જા-વિન્ડ એનર્જી ૮૭૮ર મેગાવોટ સાથે ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના ૬ર ટકા જેટલું પ્રદાન આપે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના રજોડા બાવળા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન

Tuesday, 7 September 2021

Gujarat Govt signs MoU with Amazon


રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU  થયા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME  કમિશનર શ્રી રણજીતકુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ શ્રી અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વખ્યાત ઇ–કોમર્સ કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ.

Monday, 6 September 2021

RandD Center of Ami Lifesciences inaugurated


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે.

તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી બની છે.પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ

 

Thursday, 2 September 2021

Gujarat to host 12th Defence Expo in 2022


Gujarat will host the 12th edition of the Defence Expo to be organized in 2022, which is held every two years by the Ministry of Defence, Government of India.

The expo will be held in Gandhinagar by the Defence Production Department of the Ministry of Defence from March 10 to 13, 2022.

A review meeting on the well-organized planning of this Defence Expo-2022 in Gujarat was held at Kevadia in presence of Union Defence Minister Mr. Rajnath Singh and Chief Minister Mr. Vijay Rupani.

Read more in English: 12th edition of the Defence Expo to be organized in Gujarat in 2022

 

Wednesday, 1 September 2021

The most Preferred Tourist Destinations of the State

 


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે.

વડાપ્રધાનશ્રીની પ્રેરણા થી નિર્માણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ ખાતે તાજેતરમાં રજાના દિવસોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લઇ રાજ્ય સરકારે વિકસાવેલી અત્યાધુનિક પ્રવાસન સુવિધાઓનો લાભ ઉઠાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ-મુલાકાતીઓ આકર્ષીત થયા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ