Thursday, 27 May 2021

CM e-inaugurates works of first phase of Phase-II of Sabarmati Riverfront Development Project


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-ર નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ ૧૧ કિ.મી.માં રૂ. ૮પ૦ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામવાનો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-ર ના પ્રથમ તબક્કાના કામોનું ઇ-ખાતમૂર્હત

Wednesday, 26 May 2021

Gujarat will play key role in production of COVAXIN


ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સતત પરામર્શ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ  સેન્ટરે આજે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ અને ઑમ્નિBRx  ટેકનોલોજીઝ સાથે મળીને ગુજરાતમાં વેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા

 

Tuesday, 25 May 2021

500 Crore agricultural relief package announces


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: ખેડૂતો માટે 500 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત

 

Saturday, 22 May 2021

Gujarat CM inaugurates 100 bed COVID Care Center


મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ નાયરા એનર્જી દ્વારા  શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર નું ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ લોકાર્પણ કર્યું હતું.

નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ   કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ સાવચેત રહેવાનું છે. 

વધુ વાંચો ગુજરાતીમાં: 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ

 

Friday, 21 May 2021

Students of Graduation would be given Merit based progression


Taking into consideration the health-safety aspect of the young students of Gujarat in the currently prevalent world-wide ‘Corona’ pandemic situation in the state, the Gujarat Government’s ‘Core Committee’, headed by Chief Minister Mr. Vijaybhai Rupani, today in its meeting has taken a decision to give Merit Based Progression (MBP) to the intermediate semester students of higher study courses, except graduation students of medical and para-medical courses, of the government as well as private universities-colleges.

Read more in English: Merit-based progression in the state

Thursday, 20 May 2021

Government of Gujarat will support the Seafarer Fisherman


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીનો તાગ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમાર પરિવારોની વિતક સ્વયં સાંભળીને મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ગુરૂવારે સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને તાઉ-તે થી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ અને અમરેલીના ગામોની મુલાકાત અને પૂનર્વસન કાર્યમાં માર્ગદર્શન માટે હવાઇ માર્ગે પહોચ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાના તીવ્ર પવન અને વરસાદને પરિણામે ઊભી થયેલી સ્થિતીનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતી માંથી સાગરખેડૂ-માછીમારોને ત્વરિત સહાય

 

Thursday, 13 May 2021

Kit for Corona warriors under Corona Seva Yajna


ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમાજ શ્રેષ્ઠીઓના સહયોગને કોરોના સંક્રમણ સામેના સરકારના જંગમાં મહત્વરૂપ ગણાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સમાજ શક્તિને જોડીને કોરોના સંક્રમણ સામે ગુજરાતે જંગ છેડ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિક “કોરોના સેવા યજ્ઞ”માં જોડાઈને સહયોગ આપે.

ગુજરાતીમાં વધુ વાંચો: કોરોના સેવા યજ્ઞ અંતર્ગત કોરોના વોરિયર્સ માટે કિટ

 

Wednesday, 12 May 2021

Large relief in Corona treatment cost through Maa and Maa Vatsalyam cards


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાંરાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણસંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયને પરિણામે રાજ્યના ૮૦ લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત મળશે અને આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોના સારવાર ખર્ચમાં રાહત

 

Monday, 10 May 2021

Bus services of 1000 BS-6 Emission Norms will be started in Gujarat State


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ એસ.ટી. બસોના લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, રાજ્ય સરકારે એસ.ટી. નિગમને નફો રળવાના નહિ પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણની સ્થિતીએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે પ૦ ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી જરૂરતમંદ વ્યક્તિઓને દૈનંદિની પ્રવૃત્તિઓ માટે અવરજવર – યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ૧૦૦૦ BS-6 એમિશન નોર્મ્સની બસ સેવાઓ રાજ્યમાં શરૂ

 

Sunday, 9 May 2021

Four New Oxygen plants Inaugurates at Vadodara


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવારના સાચી દિશા અને સાચી નિયતના ઉપાયો તેમજ સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવતાં જણાવ્યું કે, ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું.

છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની કામગીરી કરી રહી છે જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને  એપ્રિલ મહિનામાં જે કેસો વધ્યા હતા તે સામે હવે પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: વડોદરા ખાતે ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ 

Saturday, 1 May 2021

Gujarat is leading among the States on the First day of Corona Vaccination


આજે 18 થી 44 વય જૂથના નાગરિકોના કોરોના રસીકરણ અભિયાન ના પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા કામગીરી સાથે દેશભરના રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.

દેશના 9 રાજ્યોમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે. આ રાજ્યોમાં 80 હજાર ડોઝ રસીકરણમાંથી 55 હજાર થી વધુ એકલા ગુજરાતમાં અપાયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: કોરોના રસીકરણ અભિયાન ના પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા કામગીરી