મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમૂહલગ્નોત્સવ એ આજના સમયની આવશ્યકતા છે, આવા લગ્નોત્સવોથી સમાજના આર્થિક સક્ષમ ન હોય તેવા પરિવારો પણ પોતાના દિકરા-દિકરીના લગ્ન આનંદ સાથે ધામધૂમથી કરી શકે છે.
શ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરમાં ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ આયોજિત ૧૮માં સમૂહલગ્નોત્સવમાં નવ વિવાહિત દંપતિઓને આશીર્વાદ આપતાં સંબોધી રહ્યા હતા.
લગ્ન એટલે પતિ-પત્નીનું મિલન જ નહિ પણ બે પરિવારનો મિલન છે, તેમ કહી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની બન્નેએ એકબીજાના મા-બાપ અને સગાવ્હાલાઓનો આદર કરવો જોઇએ. સમૂહલગ્નોત્સવ થકી સમાજની એકતા અને એક બીજા પ્રત્યે લાગણીનો ભાવ સમાજમાં પ્રસરે છે. આર્થિક ભીડ અનુભવતાં પરિવાર પણ પોતાની દીકરીના લગ્ન સમાજની સમક્ષ ઉત્સાહભેર કરી શકે છે.
0 comments:
Post a Comment