ગુજરાતમાં શિક્ષણનું મૂલ્યાંકન વધુ થઇ અને પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તેવા આશ્રય સાથે ગુજરાત સરકાર દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે. સાતમા રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમનું 16 થી 18 તારીખે આયોજન કરવામાં આવ્યુ. મિટિંગમાં દરેક ઉચ્ચ અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ અધિકારીઓને કહ્યુંકે શાળાને જરૂરી એવી તમામ સાધનો અને આધુનિક શૈક્ષણિક સવલતો પુરી પાડવા પણ કહ્યું. વધુમાં તેમણે જણાવ્યુકે આપણે બાળકોને ટેબ્લેટ તેમજ વિવિધ આધુનિક સાધનોની માહિતી તેમજ યુઝ કરતા શીખવવું જોઈએ. આવનારી પેઢીએ આ ભારત વર્ષની આવતી કાલ છે અને આપણે સહુએ સાથે મળીને પાયાના શિક્ષણને વધુ મજબૂત અને ગુણવત્તાલક્ષી બનવું જોઈએ.
મિટિંગમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ આઇએએસ, આઈપીએસ અધિકારીઓ સહીત બીજા અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ વાંચો...
0 comments:
Post a Comment