Friday, 23 July 2021

Std. 9th to 11th Offline Education starts from July 26 in Gujarat


મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છેP. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર  સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ  જુલાઈ  2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ

Friday, 16 July 2021

Export assistance to Gujarat Milk Marketing Federation


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ રૂ. ૧૮૦ને બદલે રૂ. ર૦૦ આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના દૂધ ઉત્પાદક-પશુપાલકોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય

Thursday, 15 July 2021

Financial assistance to women selected in Tokyo Olympics


ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે.

તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ટોક્યો ઓલિમ્પિકમાં પસંદ થયેલી ગુજરાતની દીકરીઓને નાણાકીય સહાય જાહેર

Wednesday, 14 July 2021

Innovative Website and Mobile App of Science City


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ સહજ બનાવતી વેબસાઇટ અને મોબાઇલ એપના ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યા હતા.

સાયન્સ સિટીની આ નવિન વેબસાઇટ https://sciencecity.gujarat.gov.in અને મોબાઇલ એપ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. મોબાઇલ એપ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ બે ડિઝીટલ સુવિધાઓ સાયન્સ સિટીની મૂલાકાતે આવનારા લોકો માટે ઘરે બેઠા ઓનલાઇન બુકીંગ, પેપરલેસ ટિકીટ પ્રક્રિયા, તમામ ડિઝીટલ મોડથી પેમેન્ટ સુવિધાની સગવડતા પૂરી પાડશે જેથી કેશલેસ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયાને પણ વેગ મળશે.

વધુ વાંચો ગુજરાતીમાં: સાયન્સ સિટીની નવિન વેબસાઇટ અને મોબાઇલ એપના લોન્ચિંગ

 

Saturday, 10 July 2021

Gujarat CM announced financial assistance of Rs.4,000 per month under Bal Seva Yojna


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મોકળા મને સંવાદ કરતાં કહ્યુ કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરતાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

તેમણે આ સંદર્ભમાં જાહેર કર્યુ કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં આવા અનાથ-નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય આપવામાં આવે છે.

હવે, આ વયમર્યાદા વધારીને ર૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે બાળકની વય ર૧ વર્ષની થાય ત્યાં સુધી તેને રાજ્ય સરકાર દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય આપી આર્થિક આધાર પૂરો પાડશે.

વધુ વાંચો ગુજરાતીમાં: મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં દરમહિને રૂ. ૪ હજારની સહાય રાજ્ય સરકાર આપશે

Thursday, 8 July 2021

CM inaugurates First Amazon Digital Center at Surat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, સુરતમાં 41,000 કરતાં વધારે MSME યુનિટ કાર્યરત છે. સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટરનો લાભ પ્રાપ્ત થતાં રાજ્યભરના MSME પોતાનાચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

આ પ્રથમ ડિજીટલ સેન્ટરનો સુરતમાં પ્રારંભ થવાથી ‘ગુજરાત ફર્સ્ટ’ ની પરંપરાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે એમ પણ એમણે ઉમેર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતના પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ઉદ્દઘાટન

Wednesday, 7 July 2021

Assistance of e-Payment under CM Bal Seva Yojana


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી નિરાધાર બાળકની પાલક બની છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: બાલ સેવા યોજના અંતર્ગત કોરોના દરમિયાન માતાપિતા ગુમાવનારા બાળકોને સહાય

 

Tuesday, 6 July 2021

Gujarat Government to publish e-gazette online


પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.

હવે, રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં લોન્ચિંગ કર્યુ હતું.

વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિઝીટલ – ઓનલાઇન ગેઝેટ વેબસાઇટ પર ઉપલબ્ધ થવાથી અંત આવશે. આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે ૩પ મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે.

વધુ વાંચો ગુજરાતીમાં: મુખ્યમંત્રીશ્રીએ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ

 

Monday, 5 July 2021

E – Dedicates of PSA Oxygen plant in Botad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાના આયોજન સાથે ૩૦૦ પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ બોટાદ જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડા ખાતે નવનિર્મિત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરતા જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં મેડિકલ ઓક્સિજનની માંગ ૧૦૦ મેટ્રિક ટનની આસપાસ રહેતી હોય છે. પરંતુ કોરોનાની બીજી લહેરના પીક સમયે મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ ૧૨૦૦ મે.ટન સુધી પહોંચી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: ગઢડા ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ

Thursday, 1 July 2021

Important decisions at the Jan Suvidha Kendra in Rajkot


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજ હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આ કામચલાઉ ૧૦૦ બેડ હોસ્પિટલ કોવિડ-કોરોના રોગી સારવાર માટે ઉપયોગી બનશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૩૬૭૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી આ સેનેટોરિયમની જમીન આરોગ્ય વિભાગ હસ્તક આપીને ભવિષ્યમાં લાંબાગાળાના આયોજન રૂપે ૪૦૦ બેડ હોસ્પિટલ કાયમી ધોરણે ઊભી કરવા હાઇપાવર કમિટીની આજે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં નિર્ણય કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજકોટમાં જન સુવિધા કેન્દ્રમાં સેવાઓ સુધાર