ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ૧૬મા શિક્ષણ સેવા અભિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ નો સાબરકાંઠાથી પ્રારંભ કર્યો। મુખ્યમંત્રીશ્રી આ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે હવે નો યુગ આ જ્ઞાન નો યુગ છે અને શિક્ષણ વિના ઉધ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને શિક્ષિત પેઢી નવા ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે
આ શુભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂા. પ.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ. રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કાર્યબદ્ધ છે. બાળકોને મફત શિક્ષણ-ગણવેશ-પુસ્તકો અપાય છે તેની પાછળ બાળકો શિક્ષણ મેળવે તેવો ધ્યેય છે. વધુ વાંચો
0 comments:
Post a Comment