સહકારનો મતલબ છેવાડાના પીડિત–શોષિત અને ગરીબ માનવીનો ઉત્કર્ષ અને અંત્યોદયની ભાવના: શ્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીના કલ્યાણમાં સહકારી બેન્કો - સંસ્થાઓનું આગવું પ્રદાન રહ્યું છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર પણ પીડિત, શોષિત, વંચિત અને ગ્રામીણ તથા છેવાડાના માનવીના સર્વગ્રાહી ઉત્થાન માટે પ્રતિબધ્ધ છે.
રાજ્યના સહકારી માળખાને પણ આ હેતુસર સુગ્રથિત કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતમાં રૂા. ૩૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ધી સૂરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કર્યુ હતું.
આ ભવન ગ્રીન ટેકનોલોજીથી સજ્જ છે અને સૌરઊર્જા, જળ સંરક્ષણ જેવા ઉપાયોનો અહિં વિનિયોગ થયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સહકારી વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર છે. છેવાડાના ગરીબ માનવીના કલ્યાણમાં સહકારીઓ સંસ્થાઓનું આગવું પ્રદાન રહ્યું છે, જે સૂરતની ધી સૂરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લિ. સંસ્થાએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે.
0 comments:
Post a Comment