એક બાળ – એક ઝાડનો સંકલ્પ પાર પાડવા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કર્યું પ્રજાને આહવાન. ગુજરાત સરકાર ઉજવી રહી છે રાજ્ય વ્યાપી 68મોં વન મહોત્સવ. ગુજરાત સરકારે ક્લીન ગુજરાતના સંકલ્પ હેઠળ રાજ્યમાં દસ કરોડ જેટલા વૃક્ષો રોપવાનો દ્રઢનિર્ણય સાથે રાજ્યભરમાં વેન મહોત્સવ ઉજવણીનું પ્રારંભ કર્યો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર પાલ-દઢવાવમાં વીરાંજલી વનનો લોકાર્પણ કરી.
ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતુંકે વૃક્ષો-વનોથી ગ્લોબલ વોર્મિગના તારણોપાય અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા રાજ્ય સરકારે જનજાગૃતિ જગાવી છે. વધુમાં તેમને જણાવ્યુંકે સૌર પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારીને પર્યાવરણ જતન કરવાની નેમ પણ તેમને દર્શાવી હતી. પર્યાવરણને વધુ સ્વચ્છ રાખવા માટે સરકારશ્રીની ઉજ્જવલા યોજના હેઠળ આદિવાસી બહેનોને ગેસ કીટનું વિતરણ કર્યું. વધુ વાંચો:
0 comments:
Post a Comment